Global Times

Prantij

સાબરકાંઠા જિલ્લાની અદાલતે 2002ના ગોધરાકાંડમાં થયેલા રમખાણો દરમિયાન તેમના ત્રણ સગાંઓની હત્યા બદલ વળતર રૂપે 22 કરોડ રૂપિયાની માંગણી કરી રહેલા બ્રિટિશ પરિવાર દ્વારા દાખલ કરેલા દાવામાંથી પીએમ મોદીનું નામ રદ કરાયું હતું. જો કે, મોદી તે સમયે રાજ્યના મુખ્યમંત્રી હતા.

વર્ષ ૨૦૦૨ ના કોમી રમખાણો સમયના બ્રિટનવાસીઓના ₹ 22 કરોડના વળતરના દાવાના કેસમાંથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ રદ કરવાની અરજી પ્રાતિજ (Prantij) સિનિયર ડિવિઝન સિવિલ કોર્ટે મંજૂર કરી છે.

પ્રાતિજ (Prantij) ના વડવાસા પાસેથી પસાર થતા બ્રિટનનાં નાગરિકની હત્યા તથા લૂટફાટનો બનાવ બન્યો હતો. જેમાં બ્રિટન નિવાસી ઈમરાન દાઉદ, સિરિન દાઉદ વગેરેએ ₹ 22 કરોડના વળતરનો કેસ કર્યો હતો. તેમાં પ્રતિવાદીઓ વિરુદ્ધ દાવો કર્યો હતો. તે પૈકીના એક પ્રતિવાદી તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વળતરનો કેસ કર્યો હતો.

જો કે, આ કેસમાં નરેન્દ્રભાઈ મોદીને પક્ષકાર તરીકે દૂર કરવા અરજી કરી હતી. જે અરજી પ્રાતિજ પ્રિ.સિ.જ્જ એસ.કે.ગઢવી સમક્ષ સુનાવણી થતા શ્રી મોદીને પક્ષકાર તરીકે દૂર કરતો હુકમ કર્યો છે. જ્યારે બાકીના પ્રતિવાદીઓ યથાવત રહેશે.તેમ કોર્ટે સૂત્રોએ જણાવ્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024