Ahemdabad

Ahemdabad

કોરોનાનો કહેર હજી પણ વરસી રહ્યો છે. આ સંજોગોમાં અમદાવાદ (Ahemdabad)માં હવે બાગ બગીચા સવાર અને સાંજ માત્ર બે કલાક ખુલ્લા રહેશે. કોરોનાના કેસને લઈને સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં લોકો એકત્ર થાય તેવા સ્થળને ખાસ શોધવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ શહેરના નાના-મોટા થઈને 250 જેટલા બાગ-બગીચાઓ પર અમદાવાદીઓની રોક લાગે એ માટે સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે.

આ પણ જુઓ : Lockdown : ગુજરાત સરકારનું કરફ્યૂ અને લોકડાઉનને લઈને મોટું નિવેદન

રાત્રિ કરફ્યૂ પતે તેના સમયગાળા બાદ અમદાવાદ શહેરમાં સવારના 7થી 9 દરમિયાન બાગ બગીચા ખુલશે. એ સિવાય સાંજના 5થી 7 દરમિયાન બાગ-બગીચા ખુલશે. અમદાવાદ મહાનગરપાલિકાના બાગ બગીચા વિભાગ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, કરફ્યૂના સમયને સાંકળીને બાગ-બગીચા ખુલ્લાં રાખવાના સમય નક્કી કરવામાં આવ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024