સુરત: આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

પોસ્ટ કેવી લાગી?

Surat

સુરત (Surat)માં માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી સાંજે 19 વર્ષીય યુવાને ઘર નજીક રહેતી 8 વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપીને મકાનની છત ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા નરાધમે તેણીને છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. જે બાદમાં આરોપી ફરાર થઈ ગયો હતો.

બાળકીએ આ અંગે પોતાની માતાને વાત કરતા પરિવારે યુવક વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમને ઝડપી પડ્યો છે.

મળતી માહિતી અનુસાર મૂળ બિહારના વતની અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન પરિવાર સાથે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના માન સરોવર સોસાયટી પાસે રહે છે. મોડી સાંજે તેની દીકરી ઘર પાસે રમી રહી હતી ત્યારે નજીકમાં જ રહેતો અને ફેબ્રિકેશનની દુકાનમાં નોકરી કરતો રાજસ્થાની યુવાન વિક્રમ રાજપૂત બાળકીને આઇસક્રિમ ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો.

આ પણ જુઓ : Lockdown : ગુજરાત સરકારનું કરફ્યૂ અને લોકડાઉનને લઈને મોટું નિવેદન

આઈસ્ક્રીમ ખરીદ્યા બાદ નરાધમ વિક્રમ બાળકીને બિલ્ડિંગની છત પર લઈ ગયો હતો. અહીં વિક્રમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા વિક્રમ તેણીનું મોઢું દબાવી દીધું હતું અને વધારે બૂમાબૂમ કરશે તો છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. બાળકી ઘરે પહોંચી માતાને સમગ્ર બનાવ અંગે વાત કરી હતી. પોલીસે મોડી રાત્રે જ યુવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ મામલે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures