Anand

  • આણંદ (Anand) જિલ્લાનાં ખંભાત તાલુકાનાં કલમસર જીઆઈડીસીમાં (GIDC) આવેલી જય કેમિકલ કંપનીમાં શનિવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી.
  • આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરની 15 ગાડીઓ ત્યાં પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.
  • આ આગ રાતે લાગી હોવાને કારણે ફેક્ટરીમાં કોઇ વ્યક્તિ હાજર ન હતું
  • જેથી હજી સુધી કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી.
  • પરંતુ આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી આ આગને જોઇ શકાતી હતી.
Anand
  • આણંદ (Anand) માં જય કેમિકલ કંપનીમાં શનિવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી.
  • આ એક કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આગ થોડા જ સમયમાં આખી ફેક્ટરીમાં ફેલાઇ હતી.
  • આગ આસપાસ આવેલા વિસ્તારોમાં ન ફેલાય તે માટે નજીકનાં વિસ્તારો પણ મોડી રાતે જ ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં.
  • આગની તીવ્રતાને જોતા કલમસર ગામનો રહેણાંક વિસ્તાર તેમજ જહાંગીરપુરા પંડોલીયા પુરા બાજીપૂરા જેતપુરા વિસ્તારો ખાલી કરાયા હતા.
  • આ આગ મોડી રાતે લાગી જેના કારણે સદનસીબે કોઇ માણસ ફેક્ટરીની અંદર ન હતુ જેને કારણે જાન હાની નથી થઇ.
  • આ આગને કારણે ફેક્ટરીમાં મોટાભાગે બધું બળીને ખાખ થતાં ઘણું જ નુકસાન થયું છે.
  • જો કે આગ કયા કારણોસર લાગી તે પાછળનું કારણ હજી અકબંધ છે.
  • મોડી રાતે લાગેગી ભીષણ આગને કાબૂમાં લેવા ખંભાત પાલિકા અને ઓએનજીસી તેમજ બોરસદ, આણંદ, પેટલાદના 15 જેટલા ફાયર ફાઇટર જય કેમિકલ કંપનીમાં પહોંચ્યા હતા.
  • કલાકોની જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024