Ketki vyas : સરકારી ઓફિસમાં સ્પાય કેમેરા લગાવીને આણંદ કલેક્ટર પાસેથી ફાઈલો પાસ કરાવવાના ખેલ કરનાર ADM કેતકી વ્યાસના હવે મોટા મોટા ખેલ સામે આવી રહ્યાં છે. આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. આણંદ કલેક્ટર કચેરીમાં લાખો રૂપિયાનો વહીવટ થતો હોવાનો ધડાકો થયો છે. નાયબ મામલતદાર જે.ડી.પટેલના ચાર એજન્ટથી ખેલ રચાતો હતો. ત્યારે આ ચારેય એજન્ટ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો આ કૌભાંડમાં કેતકી વ્યાસનું મોટું કૌભાંડ ખૂલ્યું છે. કેતકીએ લાંચની રમકથી 300 વિધા જમીન ખરીદી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દિપક પરમારે દાવો કર્યો છે કે, કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000 વાર કરતા વધારે જમીન ખરીદી હતી. પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન કેતકી વ્યાસે પોતાના નામે કરી લીધી હતી.

કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે તેની સામે એફઆઈઆર થઈ છે, જે મામલો હજુ કોર્ટમાં છે. કેતકીએ પાટણના કોટાવડમાં પણ ખેડૂત હોવાનો ખોટો દાખલો આપીને જમીન ખરીદી હોવાનું કહેવાય છે. જેના પર હાલ પેટ્રોપ પંપ છે. આમ, કેતકીએ પોતના દરેક પોસ્ટીંગમાં ઢગલાબંધ કારનામા કર્યાં છે. વર્ષ 2007માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ થઇ હતી.

આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાનો કારસો રચનાર કેતકી વ્યાસ સહિત ત્રણને ઝડપી પોલીસ તપાસ કરી રહી છે. આ તમામે કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કેતકી વ્યાસ, જે.ડી પટેલ અને હરીશ ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલાની તપાસ આણંદ LCB પી.આઈ. કિરણ ચૌધરી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024