Ahmedabad News : ગુજરાતમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને પોતાની ખોટી ઓળખ આપી, લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરે છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ચાંદખેડામાં હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

મુસ્લિમ યુવક બી.કે.ખાન પઠાણ પરણિત હોવા છતાં પોતાને અપરણિત ગણાવી, એક્સ આર્મીમેનની ઓળખ આપી, લગ્નનું વચન આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અંતે કાસમ ખાનનો ભાંડો ફૂટતા હિંદુ યુવતીએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુળ મહેસાણાની અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતી 29 વર્ષીય યુવતીએ વર્ષ 2022માં નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ શારિરીક કસોટીની પરીક્ષાની તૈયારી કરતી હતી, ત્યારે તે રનીંગ માટે કોચની શોધ કરી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયા થકી તેની ઓળખ બી.કે.ખાન (મિશન ફીટ ઇન્ડિયા) સાથે થઈ હતી. એક સંસ્થા ચલાવતા બી.કે.ખાન સાથે સંપર્ક થયો હતો.

આરોપીએ યુવતીને એક્સ આર્મીમેન હોવાની ઓળખ આપી હતી. બાદમાં પ્રેક્ટિસ અને કોચિંગ માટે યુવતી જતી ત્યારે આરોપી અંગત જીવનના સવાલો કરી તેને બદઇરાદાથી જોતો હતો. એક દિવસ આરોપીએ પરિણીત હોવાનું કહી છુટાછેડા લઇને યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારે તે જુનાગઢથી ગાડી ચલાવીને આવ્યો હોવાથી થાક્યો હોવાનું કહી હોટલમાં લઇ ગયો હતો. જ્યાં યુવતી માસિકમાં હોવા છતાં તેની સાથે સંબંધ બાંધ્યો હતો. જેથી યુવતીને ગુપ્ત ભાગોએ ઇજાઓ પહોંચી હતી. જેથી બાદમાં યુવતી આરોપીના ઘરે પહોંચી તો ત્યાં તેની પત્ની મળતા તેણે પણ માથાકૂટ કરી હતી. આ બાદ સમગ્ર ફાંડો ફૂટયો અને આ આરોપી બી.કે.ખાનની ખબર પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024