Anand

Anand

રાજ્યમાં આંણદ-નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલ ચોરીને લઇને આંણદ (Anand) પોલીસની અલગ અલગ ટીમ ચોરી કરનારને શોધી રહી હતી. આંણદ ટાઉન પોલીસને નડિયાદ શહેરના બંધ મકાનમાં ચોરી કરનાર શખ્સ નવગણપુજા અને તેના સાગરિતો વિશેની બાતમી મળી હતી.

આંણદના ચિખોદરા ગામેથી શહેર તરફ એક જ્યુપીટર ટુ વ્હીલર પર બે શખ્સો આવવાની જાણ થતા એલસીબી અને ટાઉન પોલીસે શહેરની ગણેશ ચોકડી પાસે તેમને રોકી પૂછપરછ કરતા તેમના વાહનના પુરાવા વિશે સંતોષકારક જવાબ ન મળતા તેમની અટકાયત કરાઇ હતી. આ શખ્સો પાસેથી રોકડ રકમ અને મોબાઇલ પણ મળી આવ્યા હતા. 

આ પણ જુઓ : પાટણમાં આજે 300 કોરોના વોરિયર્સને રસી અપાશે

પોલીસે તેમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન તેઓએ નડિયાદની મકાન ચોરી સહિત બીજા પણ ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ ચોર પાસેથી 984 ગ્રામ જેટલુ સોનુ અને 3.4 કીલો ચેટલી ચાંદીની રિકવરી કરી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024