પાટણ ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અભિયાન અંતર્ગત શરૂ થયું નિધિ સમર્પણ અભિયાન

પોસ્ટ કેવી લાગી?

Nidhi Samarpan Abhiyan

પાટણ ખાતે આવેલા સુભાસચોક સ્થિત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન (Nidhi Samarpan Abhiyan) કાર્યાલય ખાતે આજે નિધિ સમર્પણની શરૂઆત કરાઇ હતી. આ નિધિ સમર્પણ કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી નટવરદાસ મહારાજની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામને દીપ પ્રાગટ્ય કરી આ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. જે જે વોરાએ ૫૧,૧૧૧ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. આ સમિતિના અધ્યક્ષ જે એચ પંચોલી એ પણ 51 હજાર 111 રૂપિયાની નિધિ આપી હતી અભિયાનની શરૂઆતની પ્રથમ ઘડીમાં બાબુભાઈ લક્ષ્મીચંદ પટેલ દ્વારા ૫૧ હજાર ,મુકેશભાઇ જે પટેલ દ્વારા ૨૫ હજાર, શૈલેશભાઈ ઠક્કર ૨૧ હજાર , વિજયભાઇ મંગુભાઈ પટેલના ૧૫ હજાર, મનોજભાઇ ખોડીદાસ પટેલના ૧૧ હજાર, હસમુખભાઇ ગાંધીના ૧૧ હજાર આમ ૨ લાખથી વધુની નિધિ એકત્ર કરાઇ હતી .

આ પ્રસંગે પરમ પૂજ્ય નટવરદાસ મહારાજે રામકાજમાં સૌ ધર્મપ્રેમી જનતાને ખુલ્લા મને દાન આપવાની અપીલ કરાઇ હતી . અને આ મંદિર નિર્માણ કાર્ય માટે આર્શી વચન આપ્યા હતા ,
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો . જે જે વોરાએ એ જણાવ્યું હતું કે આ ભગીરથ કામ અવિરત ચાલ્યું આવ્યું છે ત્યારે હવે મંદિર નિર્માણ શરૂ થયું છે.

આ પણ જુઓ : આંણદ ટાઉન પોલીસે લોકોના ઘરોમાં ચોરી કરતી ગેંગ આણંદથી પકડી

સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના પ્રચાર અર્થે સ્વામી વિવેકાનંદનું યોગદાન પણ મહત્વનું છે, તેમણે અમેરિકા ખાતે સ્વામી વિવેકાનંદના પ્રસંગને ટાંક્યો હતો. અને જણાવ્યું કે રામમંદિરનું નિર્માણ કાર્ય માટે દાયકાઓથી કામ ચાલી રહ્યું છે. સંસ્કૃતિના જતન અર્થે મંદિર નિર્માણ જરૂરી છે ત્યારે આ કામમાં સૌને મદદરૂપ બનવાની અપીલ સાથે તેમણે પણ પોતાની સમર્પણ નિધિનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સંઘ ચાલક ડો. નિખિલભાઈ ખમારે જણાવ્યું હતું કે જ્યારે ભગવાન શ્રી રામએ સેતુ બંધનું નિર્માણ શરૂ કરેલું ત્યારે ખિસકોલીથી લઈ મહાબલી હનુમાનજીનું યોગદાન હતું પરંતુ શ્રી રામએ એ બધાના યોગદાનને સ્વીકાર્યું હતું.

એમ આજે ભગવાન શ્રી રામ માટે સમાજના પ્રત્યેક વ્યક્તિને આદર છે. દરેકના હૃદયમાં ભગવાન બિરાજમાન છે ત્યારે તેમના ભવ્ય મંદિર નિર્માણ કાજે જન જન સુધી નિધિ એકત્રકરવા જવું એ પણ પવિત્ર કામ છે. આજે સૌએ જે રીતે દાન આપ્યું છે તેમ આજ થી એટલે કે ૧૫ જાન્યુઆરી થી ૨૭ ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલશે જેમાં જન જન સુધી પહોંચી નિધિ એકત્રીકરણ કરાશે.

આ પ્રસંગે આ સમિતિના અધ્યક્ષ ડો જે એચ પંચોલીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામનું કાર્ય સૌ માટે સરખું છે . મર્યાદા પુરુષોતમ તરીકે તેઓ સૌના હૃદયમાં બિરાજમાન છે . ત્યારે હવે સદીઓની પ્રતિક્ષા બાદ તેમનું ભવ્ય દિવ્યમંદિર નિર્માણ કામ શરૂ થયું છે. ત્યારે તેમણે સૌ જનતાને ઉદાર હાથે દાન આપવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે આ અભિયાન પ્રમુખ હિતેન્દ્રભાઈ ઠક્કર, ભીખાભાઇ પટેલ દિનેશભાઇ પટેલ, કુબેરભાઈ ચૌધરી,આશીષભાઈ, ભાઇલાલભાઇ, જયંતીભાઈ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવું બનશે ભવી રામ મંદિર :-
ક્ષેત્રફળ – ૨.૭ એકર કુલ પહોળાઈ – ૨૩૫ ફૂટ
કુલ નિર્માણ ક્ષેત્ર – ૫૭૪૦૦ વર્ગ ફૂટ કુલ ઊંચાઈ – ૧૬૧ ફૂટ
કુલ લંબાઈ – ૩૬૦ ફૂટ મંડપોની સંખ્યા – ૫
પ્રત્યેક માળની ઊંચાઈ ૨૦ ફૂટ કુલ ૩ માળ બનશે
આ ઉપરાંત :-
પુસ્તકાલય , અભિલેખાગાર, સંગ્રહાલય, અનુસંધાન કેન્દ્ર, હવનમંડપ, વેદ પાઠશાળા,સત્સંગ ભવન,પ્રસાદ વિતરણ કેન્દ્ર, ધર્મશાળા, અતિથિ નિવાસ, પ્રદર્શની સભાસ્થળ સહિતનું નિર્માણ કાર્ય થશે

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures