Ancient currency coins
પાટણ એ પ્રાચીન સમયથી રાજકીય અને આર્થિક સમૃધ્ધિ ધરાવતું સ્થળ રહ્યું છે. પાટણમાં રાજા સિધ્ધરાજ જયસિંહ જેવા પ્રતાપી રાજા થઇ ગયા હોવાથી તે ખૂબ જ સમૃધ્ધ વારસો ધરાવે છે. પાટણમાં વિવિધ જગ્યાએ અલગ અલગ સમયે ખોદકામ કરવામાં આવતા જૂના સમયમાં ચલણમાં હોય એવા તાંબાના સિક્કાઓ મળી આવ્યા હતા. વર્ષ 1999 અને 2000 માં પાટણ તાલુકામાં ખેતરમાંથી અને એક શાળાના પટાંગણમાંથી ખોદકામ દરમિયાન મળેલ આ સિક્કાઓ જિલ્લા તિજોરી કચેરીના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે સચવાયેલા છે.
આ પણ જુઓ : પાટણમાં પાણીના કાપના મેસેજ તદ્દન ખોટા છે : વોટર વર્કસ ચેરમેન
આ સિક્કાઓનો ભવિષ્યમાં શો ઉપયોગ થઇ શકે અને આ અમૂલ્ય વારસાથી લોકોને માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી જિલ્લા કલેકટરશ્રી આંનદ પટેલે વ્યક્તિગત રૂચિ લઇ તેની ફરીથી ગણતરી કરાવી હતી. સમગ્ર કાર્યવાહી કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં થઇ. અલગ અલગ પેટીમાં સચવાયેલા આ સિક્કાઓ પર ઉર્દૂ કે પર્સિયન ભાષામાં કંઇક લખાણ હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે.
ઘણા લાંબા સમયથી જમીનમાં દટાયેલા અને ત્યારબાદ તિજોરી કચેરીમાં સચવાયેલ આ અલભ્ય વારસા સમાન ધાતુના ચલણી સિક્કાઓ (Ancient currency coins)ની વ્યવસ્થિત રીતે વાંચી શકાય એવી રીતે ઘસાઇ કરવા માટે અને ત્યારબાદ આ ભાષાના જાણકાર વ્યક્તિ પાસે તેનું ભાષાંતર કરાવવા માટે કલેકટરશ્રીએ સૂચન કર્યું હતું.
આ પણ જુઓ : BSNL : 49 રૂપિયામાં 2GB ડેટા અને ફ્રી કોલિંગ ધમાકેદાર પ્લાન લોન્ચ
ભવિષ્યમાં આ સિક્કાઓ વિશે લોકો જાણે અને એને જુએ એ માટે પ્રદર્શન કરી શકાય અથવા તો સંગ્રહાલય ખાતે થોડાક સિક્કાઓ કાયમી રીતે મૂકીને પણ આવા અલભ્ય વારસાથી નાગરિકોને વાકેફ કરી શકાય. એવી આશા કલેકટશ્રી આનંદ પટેલે વ્યકત કરી હતી. તિજોરી કચેરી ખાતે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે, પાટણ મામલતદારશ્રી એસ.એન.ડીયા તથા જિલ્લા તિજોરી અધિકારીશ્રી પ્રશાંત રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.