BSNL : 49 રૂપિયામાં 2GB ડેટા અને ફ્રી કોલિંગ ધમાકેદાર પ્લાન લોન્ચ

પોસ્ટ કેવી લાગી?

BSNL

BSNL ટેલિકોમ કંપની એ આજે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આ કડીમાં કંપનીએ હવે 49 રૂપિયાનું નવું સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV-49) લોન્ચ કર્યું છે. કંપની 1 સપ્ટેમ્બરથી આ સ્પેશિયલ ટેરિફ વાઉચરને ઓફર કરી રહી છે.

બીએસએનએલે આ એસટીવીને સીમિત સમય માટે લોન્ચ કર્યું છે. બીએસએનએલનું આ નવું સ્પેશિયલ ટેરિફ વાઉચર 2GB ડેટાની સાથે આવે છે.

આ પણ જુઓ : અક્ષય કુમાર તેની ડેબ્યુ વેબ સીરીઝમાં લેશે આટલો ચાર્જ

આ પ્લાનની ખાસિયત છે કે તેમાં કંપની કોલિંગ માટે 100 ફ્રી મિનિટ પણ ઓફર કરી રહી છે. ફ્રી મિનિટ્સ પૂરી થયા બાદ પ્રતિ મિનિટ 45 પૈસાના દરથી ચાર્જ કરવામાં આવશે. 100 ફ્રી એસએમએસ ઓફર કરનાર આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. પ્લાનને એક્ટિવેટ કરવા માટે સેલ્ફકેયર કીવર્ડ ‘STV COMBO 49’ છે. આ પ્લાન કંપની 90 દિવસ સુધી ઓફર કરશે.

આ પણ જુઓ : ભારતમાં ઘૂસણખોરી કરનાર બે પાકિસ્તાની નાગરિકો ઠાર 

94 રૂપિયા અને 95 રૂપિયાના પ્લાન કંપનીએ જુલાઈમાં લોન્ચ કર્યાં હતા. 90 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનને પ્રીપેઇડ વાઉચરની મદદથી એક્સટેન્ડ પણ કરી શકાય છે. બંન્ને પ્લાનમાં 3GB ડેટાની સાથે કોલિંગ માટે 100 ફ્રી મિનિટ્સ મળે છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures