- સેન્ટ્રલ ક્રાઇમ સ્ટેશને સ્પોન્સરશિપને લઈને લોકોને ઠગવાના મામલામાં એક ભારતીય ક્રિકેટરની ધરપકડ કરી છે. આંધ્ર પ્રદેશના પૂર્વ રણજી ક્રિકેટર બી નાગરાજૂની ઠગાઈ કરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. તેની ઉપર આંધ્રપ્રદેશના મંત્રી તારક રામા રાવના પીએના નામ પર એક ખાનગી કંપનીના સીએમડી પાસે પૈસા લેવાનો આરોપ લાગ્યો છે.
- જોઇન્ટ કમિશ્નર અવિનાશ મોહંતીએ જણાવ્યું હતું કે નાગરાજૂએ પોતાને રામા રાવનો પીએ બતાવ્યો હતો. પોલીસના મતે આરોપીએ પીડિતને બતાવ્યું હતું કે બી નાગરાજૂ નામનો એક ખેલાડી આઈપીએલમાં એક ફ્રેન્ચાઇઝીમાં પસંદ થવા સિવાય ઇંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપ માટે સંભવિત 25ની ટીમમાં પસંદ થયો છે અને તે સ્પોન્સર શોધી રહ્યો છે.
- આ પછી પીડિતને જણાવ્યું હતું કે જો તેમની કંપની નાગરાજૂને સ્પોન્સર કરશે તો તેમની કંપનીનો લોગો ખેલાડીના કિટ પર છાપવામાં આવશે. પીડિત તેની આ ચાલમાં ફસાયો હતો અને તેણે આરોપીના એકાઉન્ટમાં 3 લાખ 30 હજાર રુપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. આ પછી આરોપીઓ પાસેથી કોઈ પ્રતિક્રિયા ના મળતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.
- પોલીસે બેન્ક જાણકારી સિવાય કોલ ડિટેલની મદદથી આરોપીની ધરપકડ કરી છે. નાગરાજુની ઠગાઈના મામલામાં પ્રથમ વખત ધરપકડ થઇ નથી. ગત વર્ષે બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નામ પર ઠગાઇ કરી હતી અને પછી આંધ્ર પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News