Ankleshwar
અંકલેશ્વર (Ankleshwar) સગીરાની ફેસબુક ઉપર પટનાના આકાશ સાથે મિત્રતા બંધાઈ હતી. યુવતી પટના પહોંચી ત્યાં સુધી તેને આકાશ વિકલાંગ હોવાની માહિતી ન હતી પરંતુ એરપોર્ટ ઉપર બંને પગ કામ ન કરતા હોવા છતાં પ્રેમિકાને મળવા આવેલ આકાશ સગીરાને પ્રભાવિત કરી ગયો. તથા તેને વિકલાંગ સાથે પણ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. આકશના પરિવારની મદદથી બંને લગ્ન કરવા તૈયારીઓ શરુ કરી હતી.
પટનાના કુમુદકુવા વિસ્તારમાં 3૦ ઓગસ્ટની રાતે હાઈ વોલ્ટજ ડ્ર્રામાં જોવા મળ્યો હતો. જ્યાં લગ્નના મંડપમાંથી અંકલેશ્વર શહેર પોલીસે ફિલ્મી ઢબે દુલ્હાની ધરપકડ કરી હતી. C.A નો અભ્યાસ કરતા વિકલાંગ આકાશ જમુઆર પોતે વિકલાંગ હોવાની વાત છુપાવી અંકલેશ્વરની સગીરાને મળવા પટના બોલાવી હતી. જોકે તેઓએ પહેલી જ મુલાકાતમાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.
પોલીસ કે પરિવાર તેમના સુધી ન પહોંચે તે માટે યુવક અને તેના પરિવારે યુવતીનો ફોન બંધ કરાવી લગ્નની તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ આકાશના ટેલિફોનિક સંપર્કોની ડિટેઇલના આધારે લોકેશન મેળવી છેલ્લી ઘડીએ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
તો બીજી તરફ ઘરેથી ભાગેલી સગીરાને પરત લાવવા તેના પરિવારે અંકલેશ્વર (Ankleshwar) માં અપહરણ સહિતના ગુનાઓની ફરિયાદ નોંધાવતા ટીમ પટના રવાના કરાઈ હતી. મોબાઈલ લોકેશનના આધારે પોલીસ લગ્ન મંડપમાં પહોંચી હતી. જ્યાં લગ્નની વિધિ અટકાવી સગીરાનો કબ્જો મેળવાયો હતો. જયારે વિકલાંગ પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.