Anklets
શાસ્ત્રો મુજબ દેવી લક્ષ્મી માતા એવી સ્ત્રીના ઘરે રહે છે, જે દરરોજ સોળે શણગાર કરે છે. તેથી જ કહેવામાં આવે છે કે જે સ્ત્રી દરરોજ સોળે શણગાર સજે છે તેનાં ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે. સુખ રહે છે અને શાંતિ રહે છે.
પાયલ (Anklets) એ સ્ત્રીઓને સૌંદર્યતાની સાથે-સાથે લાભદાયી પણ સાબિત થાય છે. શાસ્ત્રોમા એવુ માનવામા આવે છે કે, પગમાં પહેરવામાં આવતી પાયલ જો ચાંદીની બનેલી હોય તો તેનો ઘણો લાભ થાય છે. ચાંદી એ ચંદ્રની ધાતુ છે. ચાંદીની પાયલ પહેરાવવાથી મન કોઈપણ કાર્યમાં વ્યસ્ત રહે છે અને ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય છે.

જે ઘરમાં પાયલ (Anklets) ના ઘૂંઘરુનો સ્વર સંભળાય છે, તે ઘરમા દૈવીય શક્તિ પોતાની કૃપા જાળવી રાખે છે. પાયલના ઘૂંઘરુ ગુંજવાથી નકારાત્મક વિચારો ઘરમા પ્રગટ થતા નથી અને હંમેશાં સકારાત્મક વાતાવરણ રહે છે. પાયલ સંબંધિત અમુક વૈજ્ઞાનિક તથ્યો ધ્યાનમા લઈએ તો ચાંદીની પગની પાયલ પહેરવામા આવે તો તે હાડકાને મજબૂત બનાવે છે.
કેટલાંક કહે છે કે, તિજોરીમા પુત્રીના પગની પાયલ (Anklets) રાખો અને જ્યારે પુત્રીના વિવાહ નક્કી થાય છે, ત્યારે તુરંત જ તેને નવી ચાંદીની પાયલ આપો. પુત્રીના વિદાય સમયે, પુત્રીના પગમાથી એક પગની પાયલ લો અને તેને તમારા લોકરમા રાખો અને બીજી પગની પાયલ તેને આપો. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લગ્ન સમયે પુત્રીને પાયલ દાન કરવાથી તેનું લગ્નજીવન ખુશખશાલ થઇ જાય છે. તેને સાસરિયામા કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તે બધા સભ્યોનો પ્રેમ મેળવે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.