Vastu Shastra
વાસ્તુ (Vastu Shastra) ગ્રંથો સિવાય સ્કંદ, વિષ્ણુ, વામન અને બ્રહ્મ પુરાણોમાં પણ બેડરૂમને લગતી મહત્વની વાતો કહેવામાં આવી છે. પલંગ ક્યાં હોવો જોઈએ કેવો હોવો ન જોઈએ તેમજ કઈ દિશામાં સૂવું જોઈએ ,બેડરૂમમાં શુ હોવું જોઈએ શુ નહિ તેવી ઘણી મહત્વની વાતો દર્શાવામાં આવી છે. વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)ની આ વાતોને ધ્યાનમાં રાખવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે તેમજ પોઝિટિવ ઉર્જા આવે છે.
અરીસામાં પલંગ દેખાય તો વ્યક્તિના સ્વાસ્થ્ય અને રિલેશનશિપ બંને ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે. જેથી પલંગ સામે અરીસો હોવો જોઇએ નહીં.
પલંગ પાસે બારી હોવાનું શુભ માનવામાં આવે છે. સવારે ઉઠતાં જ આકાશના દર્શન થાય છે. જેનાથી શ્વાસ સંબંધિત બીમારીઓ થતી નથી. તેમજ આળસ અને થાક દૂર થાય છે.
આ પણ જુઓ : Monsoon : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં પડ્યો વરસાદ
બાથરૂમ અને બેડરૂમને જોડતી દીવાલથી પલંગ દૂર હોવો જોઇએ. આ સ્થિતિ માનસિક તણાવ અને ભય વધારે છે. તેનાથી બચવા માટે તે દીવાલ અને પલંગ વચ્ચે લાકડાની પટ્ટી લગાવવી જોઇએ.
પલંગ બે દરવાજાની વચ્ચે હોવો જોઇએ નહીં. આ સ્થિતિ પલંગ ઉપર સૂતા વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે અને તેમણે માનસિક અશાંતિનો પણ સામનો કરવો પડે છે.
આ પણ જુઓ : Delhi : સંસદ ભવન પાસેથી શંકાસ્પદ વ્યક્તિ પકડાયો
પલંગ સમતલ જગ્યાએ હોવો જોઇએ. તેમજ તેનો કોઇપણ ભાગ તૂટેલો હોવો જોઇએ નહીં અને અવાજ કરનાર પલંગ પણ અશુભ માનવામાં આવે છે.
લોખંડ અને અન્ય અશુદ્ધ ધાતુનો પલંગ પણ બીમારીઓ વધારે તેવો હોય છે. વાંસ અથવા પલાશના લાકડાનો પલંગ હોવો જોઇએ નહીં.
પૂર્વ કે દક્ષિણ દિશા દિશાઓમાં માથું રાખીને સૂવાથી રૂપિયા અને આયુષ્ય વધે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.