Lockdown

Lockdown

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળતા વડા પ્રધાન બોરિસ જ્હૉન્સને દોઢ માસના લૉકડાઉન (Lockdown) ની જાહેરાત કરી છે. હાલ બ્રિટનમાં અગાઉના કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઇ રહી છે ત્યાં કોરોનાના નવા સ્ટ્રેનનો ચેપ ફેલાવાનો શરૂ થયો હતો.

બ્રિટનમાં લોકડાઉનમાં તમામ બિનજરૂરી દુકાનો અને  મોલ્સ બંધ રહેશે. હેર કટિંગ સલૂન, રેસ્ટોરાં વગેરેમાં પણ હાલ પૂરતું કામ બંધ રહેશે. જો કે રેસ્ટોરાં ટેક અવે સેવા ચાલુ રાખી શકશે. અનિવાર્ય કામ સિવાય લોકોએ ઘરની બહાર નીકળવું નહીં એવી હેલ્થ વર્કર્સની સલાહ હતી. જીવન જરૂરી ચીજો ખરીદવા લોકો બહાર નીકળી શકે છે.

વડા પ્રધાને કહ્યું હતું કે કોરોનાના નવા સ્ટ્રેન સામે અગમચેતી રૂપે દોઢ માસનો લૉકડાઉન લાદવાની ફરજ પડી છે. સ્કૂલ કૉલેજના વિદ્યાર્થીઓ પણ ફેબ્રુઆરીના અંત સુધી કેમ્પસમાં પાછાં નહીં ફરી શકે. બાળકોનો અભ્યાસ ઓનલાઇન ચલાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024