Russian President Putin

Russian President Putin

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિ (Russian President Putin) ને કહ્યું હતું કે ભારત સાથેના રશિયાના સંબંધો સુદ્રઢ કરવા નવા વર્ષમાં અમે ભારત સાથે સહકાર વધારીશું. ઉપરાંત કહ્યું કે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે રશિયા ભારત સાથે સહકાર વધારશે અને સહિયારા મુદ્દાઓની દિશામાં સહકાર વધે એવા પગલાં લેશે.

પુતિને કહ્યું કે બંને દેશો વ્યાપક રાજકીય સંવાદને ચાલુ રાખી રહ્યા છે અને રચનાત્મક દ્વિપક્ષી સહકાર વધારી રહ્યા છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને દ્રષ્ટિએ વિવિધ સમસ્યાઓના નિવેડા માટે સહિયારા પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ જુઓ : અમદાવાદમાં પ્રવેશવાના 28 પોઈન્ટ પર સઘન ચેકિંગની વ્યવસ્થા

પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છાનો સંદેશો મોકલતાં કહ્યું હતું કે કોરોના મહામારી અને બીજાં અનેક પડકારો હોવા છતાં રશિયા અને ભારત સતત પ્રગતિ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેની દોસ્તી અને સહકાર અતૂટ રહ્યા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024