West Bengal
પશ્ચિમ બંગાળ (West Bengal) માં ભાજપના વધુ એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી છે. મેદિનીપુર વિસ્તારની ભગવાનપુરા વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકર ગોકુલ જેનાને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.
ગોકુલ જેનાનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ પર ઈજાના નિશાન હતા. લાઠીઓ મારીને તેમને મોતને ઘાટ ઉતારાયા હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે.
ભાજપના નેતા શાયંતન બસુએ આરોપ લગાવ્યો હતો કે, ગામના તૃણમુલ કોંગ્રેસના સરપંચને કોરોના થયો હોવાથી ગોકુલ જેનાએ તેમને ઘરમાં રહેવાની સલાહ આપી હતી અને આ વાત પર ગોકુલની હત્યા કરી દેવાઈ છે.
આ પણ જુઓ : ભારતીય નૌસેનામાં સ્કોર્પિયન ક્લાસની 5 મી સબમરિન થઈ સામેલ
ભાજપના નેતાઓએ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના નેતાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.ભાજપે કહ્યુ છે કે, તૃણમુલ કોંગ્રેસ રાજ્યમાં હિંસાની હોળી પ્રગટાવી રહી છે. જેમાં ભાજપના 121 કાર્યકરોની હત્યા થઈ છે. આમ છતા પોલીસ ચૂપ છે અને હત્યારાઓ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. પોલીસનુ કામ આવા કેસ રફે-દફે કરવાનુ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.