• ચાણસ્મા તાલુકાના ૧૩ અને સરસ્વતી તાલુકાના ૨૪ સહિત જિલ્લામાં કુલ ૯૩ વ્યક્તિઓ ફેસિલિટી ક્વોરન્ટાઈન કરાયા
  • જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૪૧૪ સેમ્પલ લેવાયા, ૨૦ પોઝીટીવ, ૩૮૬ના રિપોર્ટ નેગેટીવ, ૦૬ને ડિસ્ચાર્જ કરાયા
  • સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની ૫૫ વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ આ મહિલાના ૨૫ વર્ષિય પુત્રનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જેના પગલે જિલ્લામાં COVID19 પોઝીટીવ કેસની સંખ્યા કુલ ૨૦ થવા પામી છે. સરસ્વતી તાલુકાના ૨ ગામોમાં આરોગ્ય વિભાગની ૧૮ ટીમ, સિદ્ધપુર તાલુકાના ૪ ગામોમાં ૨૨ ટીમ અને ચાણસ્મા તાલુકાના ગામના પરા વિસ્તારમાં બે ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
  • શંકાસ્પદ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ ધરાવતા કુલ ૯૩ વ્યક્તિઓને સરકારી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે. જેમાં નર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે ૧૩, ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે ૪૩, પ્રાથમિક શાળા નં.૧-ચાણસ્મા ખાતે ૧૩ તથા મોડેલ સ્કુલ-વાગડોદ ખાતે ૨૪ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
  • જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૪૧૪ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૨૫૪, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે ૧૧૪, કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે ૨૮, જનતા હોસ્પિટલ-પાટણ ખાતે ૧૬, યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઑફ કાર્ડીયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે ૧ તથા સિવીલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે ૧ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે.
  • પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાંથી નેદ્રા ગામે ૧૨, તાવડીયા ગામે ૧, ઉમરૂ ગામે ૧ અને સિદ્ધપુર શહેર ખાતે ૨ કેસ COVID19 પોઝીટીવ નોંધાયા છે. સરસ્વતી તાલુકામાંથી ભીલવણ ગામે ૧ અને દેલીયાથરા ગામે ૨ કેસ COVID19 પોઝીટીવ નોંધાયા છે. તથા ચાણસ્મા શહેરના કોટાવડીયાપરા વિસ્તારના ૧ સહિત જિલ્લામાં COVID19ના કુલ ૨૦ કેસ નોંધાયા છે. જિલ્લામાં નોંધાયેલા COVID19ના કુલ ૨૦ કેસ પૈકી ૦૬ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, ૧ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે જ્યારે ૧૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
  • આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.૨૭ એપ્રિલના રોજ ૪૮,૯૪૮ ઘરોની મુલાકાત લઈ ૨,૩૩,૬૩૫ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૩૧૫ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024