Apple

Appleએ પોતાનો નવો સ્માર્ટફોન  iPhone 12  લોન્ચ કરી દીધો છે. કંપનીએ  iPhone 12 સિરીઝના ચાર ફોન  iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro અને iPhone 12 Pro Max લોન્ચ કર્યા.

આ સાથે જ કંપનીના CEO ટિમ કૂકે હોમ પોડ મિની સ્માર્ટ સ્પીકર પણ લોન્ચ કર્યું.

લોન્ચિંગ દરમિયાન ટિમ કૂકે iPhone 12ને અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ સ્માર્ટફોન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે iPhone 12ની સાથે 5Gનો સપોર્ટ મળશે. iPhone 12ની 5જીની સ્પીડ 4GBPS હશે.

iPhone 12 વાયરલેસ ચાર્જિંગ અને ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવશે. તેમાં બીજું સીમ ઈ-સીમ હશે. 

 iPhone 12ના કેમેરામાં અલ્ટ્રા વાઈડ મોડ, નાઈડ મોટ જેવા ફીચર્સ મળશે.  iPhone 12ના તમામ મોડલ નાઈટ મોડ અને ટાઈમ લેપ્સ ફીચરથી લેસ હશે.  

iPhone 12માં એલ્યુમિનિયમ ફ્રેમ ફ્લેટ એજ અપાયા છે. તેની ડિઝાઈન  iPhone 11ની સરખામણીએ ખુબ સ્લીમ છે. 

iPhone 12 મીની દુનિયાનો સૌથી પાતળો અને સૌથી નાનો 5G ફોન છે. તેમાં 5.4 ઈન્ચનું ડિસ્પ્લે છે. અત્રે જણાવવાનું કે  iPhone 12ના તમામ ફીચર્સ  iPhone 12 Miniમાં હશે. 

iPhone 12 સિરીઝના ભાવ

iPhone 12 Mini: 
69,900 (64 GB) 74,900 (128 GB), 84,900 (256 GB)

iPhone 12
79,900 (64 GB), 84,900 (128 GB), 94,900 (256 GB) 

iPhone 12 Pro
1,19,900 (128 GB), 1,29,900 (256 અને 512 GB)

iPhone Pro Max
1,29,000 (129 GB), 1,59,900 (512 GB)

એપલ આઈફોન 64, 128, 256 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ રહેશે. જેમ જેમ સ્ટોરેજ વધે તેમ તેમ કિંમત વધતી જાય છે. 64 જીબી સ્ટોરેજવાળા આઈફોન 12 Miniની કિંમત ભારતમાં 69,900 રૂપિયા છે. જ્યારે 512 જીબીવાળા આઈફોન Maxનો ભાવ 1,59,900 રૂપિયા હશે. આઈફોન 12 Mini 5જી ટેક્નોલોજીવાળો દુનિયાનો સૌથી નાનો ફોન છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024