PUBG

PUBG પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. પબજી પોતાનો કારોબાર ભારતમાંથી સમેટી રહી છે. પરંતુ ભારતમાં પબજી બેન થવા છતાં પહેલાથી ડાઉનલોડ ગેમમાં કોઈ અસર પડી નથી. યૂઝર્સ કોઈ મુશ્કેલી વગર ગેમને એક્સેસ કરી રહ્યાં છે. 

હવે પબજીએ પોતાના સત્તાવાર ફેસબુક પેજથી જાહેરાત કરી છે કે 30 નવેમ્બરથી ભારતના પ્લેયર્સોને એક્સેસ મળવાનું બંધ થઈ જશે. એટલે કે પહેલાથી ડાઉનલોડ ગેમ પણ રમી શકાશે નહીં.

આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો

જાહેરાત પ્રમાણે 30 નવેમ્બરથી Tencent Games પબજી મોબાઇલ નોર્ડિક મેપઃ લિવિક અને પબજી મોબાઇલ લાઇટ બંન્નેના ભારતીય યૂઝરો માટે બધી સર્વિસ અને એક્સેસને સંપૂર્ણ રીતે બંધ કરી દેશે. 

અત્યાર સુધી PUBG Mobile અને PUBG Mobile Lite ને માત્ર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. પરંતુ હવે પબજી સર્વર લેવલ પર બંધ થઇ જશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024