Karnataka
કર્ણાટક (Karnataka) ના એપલ ફોનના કારખાનામાં મહિનાઓથી પગાર નહિ આપતા ભાંગફોડ કરવાની ઘટના બની હતી. આજે સવારે કર્ણાટકના કોલાર જિલ્લાના નરસાપુર ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં આવેલા એપલ ફોનના કારખાનામાં ઉશ્કેરાયેલા કર્મચારીઓએ ભાંગફોડ કરી હતી. પોલીસે તરત જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.
તોફાની કર્મચારીઓએ ત્યાં ઊભેલાં કેટલાંક વાહનોને આગ લગા-ડી હતી અને પ્લાન્ટ પર પથ્થરબાજી કરી હતી. ગુસ્સે થયેલા કર્મચારીઓએ કાચના દરવાજા અને કેબિનોમાં તોડફોડ મચાવી દીધી હતી.
આ પણ જુઓ : રાજ્ય સરકારે લગ્ન સમારંભ માટે વધુ એક નવો નિયમ લાગુ કર્યો
કર્મચારીઓના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે તેમને સમયસર પગાર મળ્યો નથી. અત્યારે કોરોના કાળમાં ઘર ચલાવવામાં તકલીફ પડતી હતી. કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા થોડા મહિનાથી અમને પગાર મળતો નથી.
ત્યારે પોલીસે કેટલાક તોફાની કર્મચારીઓ સામે કેસ દાખલ કર્યો હતો. ભારતમાં વીસ્ટ્રોન નામની કંપની એપલ ફોન બનાવે છે. આ કંપની મૂળ તાઇવાનની છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.