Military equipment
સોમવારે રક્ષા મંત્રાલયે 2290 કરોડ રૂપિયાના હથિયાર તથા સૈન્ય ઉપકરણો (Military equipment)ની ખરીદીને મંજૂરી આપી દીધી છે. રક્ષા ખરીદ સંબંધી નિર્ણય લેનારી રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ સમિતિ રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની બેઠકમાં આ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમેરિકાથી આશરે 72,000 સિગ સોયર અસોલ્ડ રાઇફલોની ખરીદી સામેલ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ હથિયારોની ખરીદીમાં રાઇફલો સિવાય વાયુસેના તથા નૌસેના માટે આશરે 970 કરોડ રૂપિયાની એન્ટી-એરફીલ્ડ વેપન (એસએએડબ્લ્યૂ) સિસ્ટમ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના અગ્રિમ મોર્ચા પર તૈનાત સૈનિકો માટે સિગ સોઅર રાઇફલોની ખરીદી 780 કરોડ રૂપિયામાં કરવામાં આવશે.
આ પણ જુઓ : NCBએ દિપીકાની કોડ ભાષા તમામ કોડને કર્યા ડીકોડ
રક્ષામંત્રાલયે કહ્યું, ‘રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાની વાળી ડીએસીએ 2290 કરોડ રૂપિયાના હથિયાર તથા સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી છે.’
આ પણ જુઓ : RCBvsMI : મેચ ટાઈ, સુપર ઓવરમાં બેંગલુરુ સામે મુંબઈની હાર
તેમણે જણાવ્યું કે, ડીએસીએ ‘સ્ટેટિક એચએફ ટ્રાન્સ-રિસીવર સેટ’ની ભારત નિર્મિત ખરીદ શ્રેણી’મા 540 કરોડ રૂપિયાની ખરીદીને મંજૂરી આપી. એચએફ રેડિયો સેટ થલ સેના તથા વાયુ સેનાના જમીનના એકમો વચ્ચે અવિરત વાતચીતમાં મદદરૂપ થશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.