Assembly elections

ચૂંટણી પંચે પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાત સહિતના રાજ્યોમાં વિધાનસભાની 56 બેઠકોની ચૂંટણી (Assembly elections) માટે 3 નવેમ્બરે મતદાન થશે. ત્યારબાદ 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

આ 56 બેઠકોમાં ગુજરાતની 8 બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતની અબડાસા, લિમડી, મોરબી, કરજણ, ડાંગ, ધારી, ગઢડા અને કપરાડા બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે.11 રાજ્યોમાં થનારી પેટા ચૂંટણીમાં સૌથી વધારે 27 બેઠકો મધ્યપ્રદેશમાં છે અને બીજા ક્રમે ગુજરાતની આઠ બેઠકો છે.

આ પણ જુઓ : NCBએ દિપીકાની કોડ ભાષા તમામ કોડને કર્યા ડીકોડ

ઉપરાંત ચૂંટણી પંચે આસામ, તામિલાનાડુ, કેરાલા અને પશ્ચિમ બંગાળની સાત બેઠકો માટે હાલમાં પેટા ચૂંટણી કરાવવાની ના પાડી દીધી છે. આ રાજ્યોમાંથી ચૂંટણી પંચને એવા ઈનપુટ મળ્યા છે કે, અહીંયા ચૂંટણી કરાવવી મુશ્કેલ છે. આ બેઠકો પર બાદમાં નિર્ણય લેવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024