આર્મેનિયાના પીએમના પત્ની અન્ના હકોબયાન પણ યુધ્ધમાં ઉતરશે,લઇ રહ્યા છે તાલીમ

Anna Hakobayan
- Advertisement -

This browser does not support the video element.

Anna Hakobayan

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે છેડાયેલા ભીષણ જંગનો હાલમાં યુધ્ધ વિરામ છે પણ ગમે ત્યારે ફરી બંને દેશો વચ્ચે યુધ્ધ થઈ શકે છે. ઉપરાંત આર્મેનિયાના પીએમ નિકોલ પશિયાનની પત્ની અન્ના હકોબયાન (Anna Hakobayan) પણ યુધ્ધમાં ઉતરવા માટે લશ્કરી તાલીમ લઈ રહ્યા છે.

અન્ના હકોબયાને 27 ઓક્ટોબરથી તાલીમ શરુ કરી લીધી છે અને તે એ 13 મહિલાઓની ટુકડીના સભ્ય હશે જે યુધ્ધના જંગમાં ઉતરશે. નાગોર્નો કારબાખ વિસ્તાર પર કબ્જો મેળવવા ચાલી રહેલા જંગમાં અત્યાર સુધીમાં 5000ના જીવ ગયા છે.બંને દેશો વચ્ચે હાલમાં તો સિઝફાયર થયો છે. અન્ના વ્યવસાયે એક પત્રકાર છે. તેઓ હાલમાં હથિયારો ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. એ પહેલા તેમને સાત દિવસની એક બીજી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે

નિકોલ પશિયાનના 20 વર્ષના પુત્રે પણ યુધ્ધમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. 42 વર્ષીય અન્ના હકોબયાને કહ્યુ હતુ કે, આગામી કેટલાક દિવસો બાદ અમે બોર્ડર પર રવાના થઈશું. અમારો દેશ દુશ્મન સામે ક્યારેય નહીં ઝુકે.

આર્મેનિયાના પીએમે આ પહેલા અપીલ કરી હતી કે, સ્થિતિ ગંભીર છે અને જનતાએ પણ હથિયાર ઉઠાવવા પડશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.