Asia Cup 2023 : એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર જીત બાદ હવે ભારતીય ટીમની ટક્કર શ્રીલંકા સામે થઈ રહી છે. કોલંબોમાં જ આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને એશિયા કપની ફાઈનલમાં પહોંચવા પર હશે, તો શ્રીલંકાની નજર પણ આજની મેચ જીતીને પોતાનું સ્થાન ફાઈનલમાં નક્કી કરવા પર હશે. એવામાં આજની મેચમાં ફરી ભારતીય બેટ્સમેનો પર સૌ કોઈની નજર રહેશે. ખાસ કરીને વિરાટ કોહલી અને કે.એલ રાહુલ. આજની મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

IND Vs SL Live

IND Vs SL Live ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે ત્રણ સ્પિનરો સાથે રમવાનો નિર્ણય કર્યો છે. અક્ષર પટેલને એશિયા કપમાં રમવાની તક મળી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો પણ ભારતનું ફાઇનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત બની જશે. ભારતીય ટીમ અત્યારે 1 મેચમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. શ્રીલંકા અને પાકિસ્તાનના 2-2 પોઈન્ટ છે. શ્રીલંકા નંબર-2 પર છે જ્યારે પાકિસ્તાન ત્રીજા નંબર પર છે. બાંગ્લાદેશનું ખાતું હજુ ખોલાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024