IPL 2023 Live : ક્રિકેટના રસિકો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આઈપીએલની સિઝન આજથી શરૂ થઈ જશે. IPL 2023ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કરથી થશે.
આ પહેલીવાર છે જ્યારે IPLની તમામ મેચો કોઈપણ પ્લેટફોર્મ પર મફતમાં જોવા માટે ઉપલબ્ધ હશે. ‘Jio Cinema’ એપ પર હિન્દી, અંગ્રેજી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે અને તે સંપૂર્ણપણે ફ્રી પણ હશે. IPL મેચોના ટેલિવિઝન પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. આ નેટવર્કની વિવિધ ચેનલો પર IPL મેચોનું લાઈવ ટેલિકાસ્ટ થશે. જો કે, યુઝર્સે આ માટે ચૂકવણી કરવી પડશે. ડિશ ટીવીથી લઈને ટાટા સ્કાય સુધીના દરેક પ્લેટફોર્મ પર સ્ટાર સ્પોર્ટ્સની આ વિવિધ ચેનલોમાંથી એકને સબ્સ્ક્રાઇબ કરવા માટે, વ્યક્તિએ દર મહિને 10 થી 25 રૂપિયા ખર્ચવા પડશે.
IPL 2023 ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ ક્યારે અને ક્યાં જોવું?
IPL 2023 ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. ક્રિકેટના ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણનો આનંદ માણી શકે છે.
મફતમાં લાઈવ મેચ કેવી રીતે જોવી?
આ મેચ જિયો સિનેમામાં પ્રસારિત થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગની તમામ મેચો મફતમાં જોઈ શકો છો.