E Challan

હાલમાં કેન્દ્રીય મોટર વ્હીકલ રૂલ્સ (E Challan) માં કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રાલયે ફેરફાર કર્યા છે. 1 ઓક્ટોબરથી કેન્દ્ર તરફથી જાહેર કરાયેલા નવા નિયમ લાગુ થશે. મંત્રાલયના આધારે ટ્રાફિક રૂલ્સને આઈટી સર્વિસિસ અને ઈલેક્ટ્રોનિક મોનિટરિંગની મદદથી દેશમાં લાગુ કરાશે. 

નવા નિયમો અનુસાર હવે વાહનને ફક્ત ડોક્યુમેન્ટ ચેક કરવા રોકી શકાશે નહી. નવા નિયમોના આધારે કોઈ વ્હીકલ કે કોઈ ડોક્યુમેન્ટ ઓછું છે કે અધૂરું છે તો તેના રજિસ્ટ્રેશન નંબરની મદદથી ડોક્યુમેન્ટ્સનું ઈ વેરિફિકેશન કરાશે અને ઈ-ચલણ મોકલાશે.

આ પણ જુઓ : ગુજરાતની 8 સહિત 11 રાજ્યોમાં વિધાનસભાની 3 નવેમ્બરે ચૂંટણી

હવે વાહનની તપાસ માટે ડોક્યુમેન્ટ્સ નહીં માંગવામાં આવે. કેન્દ્ર સરકારની તરફથી જાહેર કરાયેલા નિયમો અનુસાર વાહન માલિકો પોતાના ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં મેન્ટેન કરશે. તેની મદદથી કમ્પાઉન્ડિંગ, ઈમ્પાઉન્ડિંગ, એડોર્સમેન્ટ, લાયસન્સનું સસ્પેન્શન, રજિસ્ટ્રેશન અને ઈ ચાલાનનું કામ પણ થશે.

આ પણ જુઓ : NCBએ દિપીકાની કોડ ભાષા તમામ કોડને કર્યા ડીકોડ

લાયસન્સ, રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્સ વગેરે વાહન સાથે જોડાયેલા ડોક્યુમેન્ટને સરકાર તરફથી ચાલી રહેલા પોર્ટલ પર મેનેજ કરાશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024