AstraZeneca
6 સપ્ટેમ્બરના રોજ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી AstraZeneca કોરોના વેક્સીનની હ્યુમન ટ્રાયલ રોકવામાં આવ્યું હતું. જે લોકો પર વેક્સિન ટ્રાયલ ચાલુ હતા તેમાંથી એક વ્યક્તિની તબિયત બગડતા ટ્રાયલ રોકી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરીથી આ વેક્સીનના ટ્રાયલને શરુ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
મંજૂરી મળતા દુનિયાભરમાં ફરીથી વેક્સિનનું ટ્રાયલ શરુ થશે. ફરી એક વખત વેક્સીનના ટ્રાયલને મંજૂરી મળતા ઓક્સફર્ડે જણાવ્યું કે MHRA દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે સુરક્ષા સંબંધિત ડેટાની સમીક્ષા થઇ જાય બાદમાં ફરીથી ટ્રાયલને મંજૂરી આપવામાં આવે.
આ પણ જુઓ : Ahmedabad : 1 કરોડના MD ડ્રગ્સની ASIને સાથે રાખી થતી હતી ડિલિવરી
એસ્ટ્રાજેનેકાએ શનિવારે જણાવ્યું કે બ્રિટનમાં એક વૉલિંટિયર બિમાર પડતા બ્રિટન દ્વારા લગાવવામાં આવેલા કોરોના વેક્સીનના ટ્રાયલ પરનો પ્રતિબંધ દૂર કરાયો છે. રસીનું પરીક્ષણ ફરીથી શરુ કરી દેવામાં આવ્યું છે. બ્રિટનની મેડિકલ હેલ્થ રેગ્યુલેટરીએ એસ્ટ્રાજેનકા ઓક્સફર્ડ કોરોના વેક્સીન AZD1222ના પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ જુઓ : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ‘પોસ્ટ Covid -19 મેનેજમેન્ટ પ્રોટોકોલ’ જારી કર્યું
આ કોરોના વેક્સીનનું અત્યારે ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. દુનિયાને આ તમામ વેક્સીન પર સૌથી વધારે આશા છે. ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું પરીક્ષણ સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ભારતમાં ચાલતું આ પરીક્ષણ પણ રોકવામાં આવ્યું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.