- સિદ્ધપુરમાં કમળાનો રોગચાળો શરૂ થયો છે. ત્યાં દૂષિત પાણી પીવાના કારણે તે વિસ્તારના ઘણા લોકો રોગચાળામાં સપડાતાં આરોગ્ય અને પાલિકા તંત્ર સામે આવી ગયું છે. ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતાં રોગચાળો થયો હોવાથી પાલિકાએ લીકેજ શોધવા માટે ખોદકામ શરૂ કર્યું હતું.
- સિદ્ધપુર શહેરના તાહેરપુરા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી લોકોને સામાન્ય તાવ જેવો રોગચાળો થઇ જતાં પરેશાન પેદા થઇ હતી. સ્થાનીક લોકો દવાખાને જતાં આરોગ્ય વિભાગને જાણ થતાં જ તપાસ અને સારવાર શરુ કરાવી છે.આરોગ્યની ટીમ દ્વારા તાહેરપુરા વિસ્તારમાં આરોગ્યની કામગીરી કરવામાં આવી રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News