પાટણ : ગાડીને નુકશાન કરવાનો વહેમ રાખી ગેસ વેલ્ડીંગવાળા ઉપર કરાયો જીવલેણ હુમલો.
પાટણ જિલ્લા સહિત શહેરમાં નજીવી બાબતે ઝઘડાઓ થતાં ગંભીર ઈજાઓ પહોંચતી હોવાના બનાવો અવાર-નવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરના કિલાચંદ શોપીંગ સેન્ટરના પાછળના ભાગે આવેલ બાબા ગેસ વેલ્ડીંગ નામની દુકાનમાં રફીક ઉસ્માનભાઈ શેખ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓની દુકાનની આગળના ભાગે જય વાળીનાથ ટ્રાવેલ્સ નામની ઓફિસ જયરામ રબારી ચલાવે છે તેઓ રોજ પોતાની ગાડી કિલાચંદ શોપીંગ સેન્ટરના જાહેરમાર્ગ પર વચ્ચે મૂકી દેતાં કેટલીકવાર બોલાચાલી પણ થતી હતી
ત્યારે ત્રણ દિવસ અગાઉ કિલાચંદ શોપીંગ સેન્ટરના જાહેરમાર્ગ પર વચ્ચે ગાડી મૂકીને જયરામ દેસાઈ નામનો ઈસમ પોતાની ઓફિસમાં જતો રહયો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે જાહેરમાર્ગની વચ્ચે પડેલી ગાડીને નુકશાન કરીને જતો રહયો હતો તેનો વહેમ ગેસ વેલ્ડીંગવાળા ઉપર રાખી આજરોજ સવારે રફીક ઉસ્માનભાઈ પોતાની દુકાનમાં કામ કરી રહયા હતા તે દરમિયાન જયરામ રબારી નામના ઈસમે પોતાની ગાડીને નુકશાન કરવાનો વહેમ રાખી તેને જાનથી મારી નાંખવાના બદઈરાદે માથાના ભાગે ધારીયુ મારતાં તેઓ લોહીલુહાણ અવસ્થામાં જમીન પર ઢળી પડયા હતા.
ત્યારે જયરામ રબારી નામનો ઈસમ એટલે જ ન અટકતા ત્યાં પડેલી કેટલીક રીક્ષાાઓના કાચ પણ તોડી નાંખી પોતાનો રોષ ઠાલવ્યો હતો તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાટણની સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાતાં તેને માથામાં આઠ જેટલા ટાંકા આવ્યા હતા અને જયરામ રબારી નામના ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવવાનું રફીક શેખે જણાવ્યું હતું.
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ
- અમદાવાદમાં દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરીને ઘાતકી હત્યા : સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ
- પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત
- પાટણ શહેરમાં સગા માસાએ જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ