પાટણ: રાધનપુર પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બાઈક ચોર ને ઝડપી પાડયો
ચોરીના ત્રણ મોટરસાયકલ અને એક મોબાઇલ સાથે કુલ કિ.રૂ.૧૦૦૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો
રાધનપુર પોલીસ રટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા માટે રાધનપુર પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હતી જે દરમ્યાન બાતમીના આધારે ઠાકોર મહેશભાઇ ઉર્ફે ઇંડો મેલાભાઇ ઉ.વ.૨૦ રહે.નજુપુરા તા.રાધનપુર જી.પાટણ વાળાને ચોરીના મોટરસાયકલ નંગ-૩ તથા મોબાઇલ નંગ-૧ સાથે કુલ કિમંત રૂ.૧૦૦૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી પૂછપરછ કરવામાં આવતા તેણે યામાહા કંપનીનું R-15 મોડલનુ જે સફેદ તથા વાદળી કલરના પટ્ટાવાળુ જેનો પાછળના ભાગે નંબર પ્લેટ ઉપર આર.ટી.ઓ રજી.નં- GJ 24 Q 8517નો લખેલ છે તે બાઈક કિ.રૂ.૫૦,૦૦૦/-નું જે કડી મુકામે આવેલ ધવલ પ્લાઝા પાર્કીંગમાંથી ચારેક દિવસ પહેલા ચોરી કરી લઇ આવેલ હોવાનુ જણાવેલ તો અન્ય બાઈક સાણદ જી.આઇ.ડી.સી. ખાતે ખોડા નજીક રેતીના પ્લાટ ઉપરથી એક દિવસ પહેલા ચોરી કરી લઇ આવેલ હોવાનુ અને ઐસિસન-MBLHA10ER9GJ12471 કિ.રૂ.૧૫૦૦૦/-નું જે મોરૈયા તા.બાવળા મુકામેથી બે માસ અગાઉ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- થરામાં દાખલ થયેલા હનીટ્રેપના પાંચેય આરોપીઓ ઝડપાયા – આ રીતે ફસાવતા હતા લોકોને.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!