પ્રતિકારત્મક તસવીર

Patan

પાટણ (Patan) તાલુકાના અજીમાણા ગામમાં પાંચ શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યા નો બનાવ બન્યો છે. ગામમાં જ સ્કૂટી પર બેઠેલા યુવાનને ધમકાવીને ગામના જ પાંચ શખ્સોએ હુમલો કરી માર મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પાટણ તાલુકાના અજીમાણા ગામે રહેતા દીશાંતકુમાર ભરતભાઇ દેસાઇ તેમનુ એક્ટિવા જીજે 24 એ એચ 5774 પર ગામના ગોગા મહારાજના મંદિરે બેઠા હતા ત્યારે તેમના જ ગામના પાંચ શખ્સો છરી, હોકી તેમજ લોખંડની પાઇપ લઇને આવીને અહી કેમ એક્ટિવા ઉપર બેઠેલા છો, અમે ગામના પટેલો કહેવાઇએ અમને જોઇને તમારે નીચે ઉતરી જવાનુ હોય તેમ કહેતા યુવાનને હુ મારા એકટીવા ઉપર બેઠો છુ તેમ કહેતા પાંચ શખ્સોએ હુમલો કરીને ઇજાઓ પહોચાડી હતી.

આ પણ જુઓ : વહુએ કરી સાસુની હત્યા, લાશને સળગાવવાનો પણ કર્યો પ્રયાસ

ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાને પાટણ તાલુકા પોલીસ મથકે રબારી ચિરાગભાઇ શંભુભાઇ, રબારી પરેશભાઇ બળવંતભાઇ, રબારી બળદેવભાઇ અમરતભાઇ, રબારી પ્રકાશભાઇ ઘેમરભાઇ અને રબારી ફુલાભાઇ ઘેમરભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024