વહુએ કરી સાસુની હત્યા, લાશને સળગાવવાનો પણ કર્યો પ્રયાસ

પોસ્ટ કેવી લાગી?

Murder

અમદાવાદમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. સોલા વિસ્તારમાં વહુએ જ સાસુની ઘાતકી રીતે હત્યા (Murder) કરી છે. નીકિતા અગ્રવાલ નામની મહિલાએ સાસુને લોખંડનો રોડ મારીને મોતને ઘાટ ઉતારી દીધી. સાસુની હત્યા કર્યા બાદ વહુએ સાસુના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

સાસુએ વહુને કહ્યું કે, ‘તારા પેટમાં જે બાળક છે એ તારા પતિનું નથી, મારા પતિનું છે…’ એ સાંભળતા જ વહુએ સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે પોલીસે મહિલાની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. 

Murder

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, સોલા વિસ્તારના રોયલ્સ હોમમાં ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. રેખાબેન રામનિવાસ અગ્રાવલાના પુત્ર દીપકના લગ્ન દસ મહિના અગાઉ નિકીતા નામની મહિલા સાથે થયા હતા. લગ્નની શરૂઆતથી જ સાસુ અને વહુ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મંગળવારે રાત્રે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે સાસુને જીવ ગુમાવ્યો.

આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે

સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી જાડેજાએ જણાવ્યું કે, હત્યા કરનાર વહુ નિકિતા બે માસથી ગર્ભવતી છે. અગ્રવાલ પરિવાર લગ્ન બાદ વહુને ઘરની બહાર પણ નીકળવા દેતો ન હતા. આ મામલે વહુ અને સાસુ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગત રાત્રે પતિ દિપક હનુમાનજી મંદિર દર્શન કરવા ગયો. તે દરમિયાન બોલાચાલીમાં સાસુએ વહુને કહ્યું કે, ‘તારા પેટમાં જે બાળક છે એ તારા પતિનું નથી, મારા પતિનું છે.’ આ સાંભળતા જ વહુ ઉશ્કેરાઈ હતી. ઉશ્કેરાયેલી નિકિતાએ સાસુ રેખાબેનને લોખંડના સળિયા વડે માથામાં ફટકા માર્યા હતા.  

આ પણ જુઓ : રશિયાની કોરોના રસીની 85 ટકા લોકો પર કોઈ આડઅસર જોવા મળી નહીં

પુરાવાનો નાશ કરવા માટે નિકિતાએ રેખાબેનની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી નિકિતાની અટકાયત કરી છે અને મૃતક રેખાબેનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures