Shane Watson
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસ (Shane Watson) ને આઈપીએલમાંથી પણ સન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ પહેલા વોટસન 2018માં આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે.
2018માં ચેન્નાઈ સાથે જોડાતા પહેલા વોટસન રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોરની ટીમમાંથી પણ રમી ચુક્યો છે. 2018માં જ વોટસને ધમાકેદાર સદી ફટકારીને આઈપીએલ ફાઈનલમાં ચેન્નાઈને જીતાડ્યુ હતુ.
વોટ્સને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, નિવૃત્તિ લેવાનો નિર્ણય બહુ મુશ્કેલ છે પણ તેના પર અમલ કરવાની હું કોશિશ કરીશ. આઈપીએલમાં રમવાનુ સ્વપન સાકાર થવા બદલ હું તમામનો આભારી છું.
This closing chapter is going to be so hard to top, but I am going to try.
— Shane Watson (@ShaneRWatson33) November 3, 2020
I truly am forever grateful to have lived this amazing dream.
Now onto the next exciting one…#thankyou https://t.co/Og8aiBcWpE
આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો
વોટસન આઈપીએલમાં 145 મેચ રમી ચુક્યો છે અને ચેન્નાઈ માટે તે 43 મેચ રમ્યો છે. પંજાબ સામેની મેચમાં 83 રનની ઈનિંગને બાદ કરતા વોટ્સન ચેન્નાઈને સારી શરુઆત અપાવી શક્યો નહોતો. વોટસન ભવિષ્યમાં ચેન્નાઈના સપોર્ટ સ્ટાફનો હિસ્સો બની શકે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.