બિહારમાં લોકસભા ચૂંટણીના પરિણામો સામે છે. 2019માં 40માંથી 39 બેઠકો જીતનાર NDA આ વખતે ઘટીને 30 બેઠકો પર આવી ગઈ છે. ગત વખતની સરખામણીમાં તેને 9 સીટોનું નુકસાન થયું છે. તે જ સમયે, INDIA ગઠબંધન માત્ર 1 સીટથી વધીને 9 સીટ પર પહોંચી ગયું છે. તેને 8 બેઠકોનો ફાયદો થયો છે, પરંતુ તેનાથી પણ વિશેષ RJDનું પુનરાગમન હતું.
“હું હાર્યો કે મને હરાવાયો”
બિહાર NDAમાં પણ ખેંચતાણના અહેવાલ છે. રાષ્ટ્રીય લોક મોરચાના સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહાએ તેમની હાર પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે બધા જાણે છે કે હું હાર્યો કે મને હરાવાયો. પવન સિંહ ફેક્ટર બન્યો કે બનાવાયો એ બધાને ખબર છે. કુશવાહા બિહારની કારાકટ લોકસભા બેઠક પરથી એનડીએ ગઠબંધનના ઉમેદવાર હતા. પરંતુ અહીં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
કુશવાહાની નાલેશીભરી હાર, ત્રીજા ક્રમે રહ્યા…
કુશવાહાની નાલેશીભરી હાર થઇ અને તે ત્રીજા ક્રમે રહ્યા. સીપીઆઈએમના રાજા રામ સિંહ કારાકટ લોકસભા સીટ પરથી જીત્યા છે. તેમણે અપક્ષ પવન સિંહને 105858 લાખ મતોથી હરાવ્યા. રાજા રામ સિંહને 380581 લાખ મત મળ્યા. જ્યારે પવન સિંહ 274723 લાખ મત મેળવીને બીજા ક્રમે રહ્યા. કુશવાહાને 253876 લાખ મત મળ્યા. પવન સિંહ અને કુશવાહ વચ્ચે 20,847 વોટનો તફાવત રહ્યો હતો.