શિક્તપીઠ બહુચરાજી મંદિર આજથી કોરોના ગાઇડલ્ાાઇન મુજબ શ્રદ્ઘાળુઆે માટે દર્શન માટે ખુૡું મુકાયું છે આજે પ્રથમ દિવસે ભક્તોની પાંખી હાજરી ચોક્કસથી જણાઈ રહી હતી પરંતુ બે મહિના બાદ મંદિર શરૂ થતા ભક્તોમાં આનંદ છવાયો છે.

શિક્તપીઠ બહુચરાજી મંદિર પ૮ દિવસ બાદ ગવમેન્ટ ની ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યું છે પ૦ થી વધુ યાિત્રકો મંદિરમાં એકત્રિત ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે સાથે સાથે શ્રદ્ઘાળુઆે તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે

ભક્તો માટે મંદિરમાં દર્શનનો સમય સવારે સાતથી સાંજના સાત વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેમજ સવારની તેમજ સાંજની આરતીમાં ભક્તો ઉપિસ્થત રહી શકશે નહી તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.


કોરોના મહામારીના બીજા રાઉન્ડમાં શિક્તપીઠ બહુચરાજી મંદિર છેૡા પ૮ દિવસથી બંધ કરાયું હતું કોરોના નું સંક્રમણ ન વધે તે માટે લવાયેલા આ નિર્ણયના કારણે બહુચરાજી શિક્તપીઠ દર્શનાથૅ આવતા શ્રદ્ઘાળુઆે ને પ૮ દિવસ બાદ દર્શનનો ફરી લાભ મળવાનો શરૂ થયો છે.

એક એક દિવસની રાહ જોયા બાદશ્રદ્ઘાળુઆેએ મંદિર ખુલતાં માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભુતિ વ્યકત કરી હતી. અહી દર્શનાથૅ આવતાં શ્રદ્ઘાળુઆેને માતાજીને પ્રાર્થના પણ કરી હતી કે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વને મુિક્ત મળે.

લાંબા સમય બાદ ભક્તોને દર્શનનો લાભ મળતા આસ્થા સાથે આનંદની લાગણી પણ ભાવિક ભકતોએ અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024