Balisana village reported 20 cases of jaundice

મોહમ્મદ પઠાણ, પાટણ : આજરોજ બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ સોલંકી સાહેબ એ મુલાકાત લીધી જેમા બાલીસણા ગામે મુસ્લિમ વિસ્તારમાં કમળા ના રોગ ના અંદાજીત ૨૦ જેટલા પોઝીટીવ કેસ આવતા આરોગ્ય વિભાગ ના કર્મચારીશ્રીઓ ગ્રામજનો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સાવચેતી રાખવા અને રોગનું કારણ જાણવા પાણીનું સેમ્પલ લેવા તથા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર તપાસ કરી હતી.

સરપંચ બાલીસણા ગ્રામ પંચાયત મુકતીબેન પટેલ દ્વારા બાલીસણા ગામે ટ્રેક્ટર માટે તેમજ હાઈવે પર સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરી તેમજ પાણીના કનેક્શન ગ્રામ પંચાયતની મંજુરીથી લેવા જણાવેલ. પાટણ તાલુકા પંચાયત ઉપપ્રમુખના પતિ અહેમદભાઈ શેખ દ્વારા પાણીની પાઈપ જુની હોવાથી કદાચ લીકેજના કારણે બની શકે જે નવીન નાંખવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પાટણ દ્વારા નાંણા પંચમાં મંજૂર થયેલ છે. જે મુજબ આગામી દિવસોમાં કામગીરી શરૂ કરવા સરપંચ બાલીસણાને સૂચના આપી હતી.

પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા આગામી ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલની કાચી કેનાલ, વ્હોળા સાફ સફાઈ કરાવવા, હીટાચી મશીન ફાળવવા, તેમજ રૂબૅન પ્રોજેક્ટ અંતર્ગત બાલીસણા ગામની આરોગ્યની સુખાકારી માટે ગટર લાઈન મંજૂર કરવા દરખાસ્ત વિકાસ કમિશ્નર કચેરી ગાંધીનગર પડેલ છે. જે સત્વરે મંજૂર કરવા જિલ્લા વિકાસ અધિકારી પાટણને રજૂઆત કરી ગ્રામજનો દ્વારા પીવાના પાણીની વિતરણ એરીયા વાઇઝ કરવા રજૂઆત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પાટણ ડી.એમ.સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુ પટેલ, ડો. ગર્ગ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી પાટણ કે.કે પ્રજાપતિ, તાલુકા હેલ્થ ઓફિસર ડો અલ્કેશભાઈ સોહેલ, મેડિકલ ઓફિસર બાલીસણા PHC ડો પી. એચ.ઝાલા સરપંચ પટેલ મુકતીબેન નિમેષભાઈ પટેલ, ઉપ સરપંચ દિપકભાઇ પટેલ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, પાટણ તાલુકા પંચાયત ઉપપ્રમુખના પતિ અહેમદભાઈ શેખ, તલાટી સુનીલભાઈ ત્રિવેદી, અબ્દુલ રહેમાનભાઈ શેખ(મુતત્વલી) તથા આરોગ્ય વિભાગના અધિકારઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024