Agricultural laws
સરકારના નવા કૃષિ કાયદા (Agricultural laws) ને રદ્દ કરવાની માંગને લઈને કિસાનો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં નવા કૃષિ કાયદા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
આગામી આદેશ સુધી કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. મંગળવારે આ ચુકાદો સંભળાવ્યો છે. ઉપરાંત આ મામલાના ઉકેલ માટે કમિટીની રચના પણ કરવામાં આવી છે.
#FarmLaws: Supreme Court forms a committee to hold talks https://t.co/eIXr3WcNvA
— ANI (@ANI) January 12, 2021
આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ થશે, જેમાં ભારતીય કિસાન યુનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડો. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાંત) અને અનિલ શેતકારી સામેલ છે.