Madhya Pradesh

Madhya Pradesh

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના સીધી જિલ્લામાં એક મહિલા સાથે ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો. એટલું જ નહિ મહિલાના પ્રાઇવેટ પાર્ટ લોખંડનો સળીયો નાખી દીધો. મહિલાની હાલત ખુબજ ગંભીર છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.  

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં એક વિધવા પોતાના બે પુત્રો સાથે ઝુંપડપટ્ટી બનાવીને રહે છે અને ચાની દુકાન ચલાવે છે. શનિવારની રાત્રે ત્રણ યુવક તે મહિલાની ઝુંપડીની નજીક આવ્યા અને પાણી માંગ્યું હતું. મહિલાએ પાણી આપવાની ના પાડતા ત્રણે યુવક બળજબરીપૂર્વક તેના ઘરમાં ઘૂસી ગયા અને મહિલા સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં સળીયો ઘુસાડી દીધો. 

આ પણ જુઓ : Strike : આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર

મહિલાને રીવાના સંજય ગાંધી ચિકિત્સા મહાવિદ્યાલયના હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. મહિલાની હાલત ખુબજ ગંભીર છે. જ્યાં ઓપરેશન કરી તેના શરીરમાંથી સળીયો નિકાળવામાં આવ્યો હતો.

રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Narottam Mishra) એ કહ્યું કે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024