પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ ૭/૫/૨૦૨૨ ને શનિવાર ના રોજ બપોરે અચાનક દુઃખદ ઘટના બનતા રાજુભા વાધેલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ડૉકટરે મૃત જાહેર કર્યા હતા ત્યારે સમગ્ર પરીવાર ઉપર આભ ફાટ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા અને પરીવાર ના દુઃખ અને સુખમાં હમેશાં આકોલી દરબાર ગઢ ના વાઘેલા દરબારો હરહંમેશ સાથે જ રહે છે ત્યારે સમગ્ર ગામના વડીલો યુવાનો અને આજુબાજુ ના લોકો મોટી સંખ્યામાં રાજુભા વાઘેલા ની અંતિમયાત્રામાં જોડાયા હતા.
ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ક્ષેત્રે અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રીય ભૂમિકા નિભાવીને કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપુત ક્ષત્રિય મંડળમાં પણ મંત્રી તરિકે સેવા આપી હતી જેમાં ગ્રામ વિકાસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
ત્યારે ગ્રામજનોએ ભગવાન તેમના આત્મા ને ચિર શાન્તિ આપે અને પરીવાર ઉપર આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.