ગલોલી વાસણા પ્રાથમિક શાળાની સ્થાપના તા. 07/05/1958 હોવાથી આજરોજ 7મી મે ના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી પ્રાર્થના કરી બાળાઓ દ્વારા કેક કાપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ મુખ્ય શિક્ષક પ્રવિણસિંહ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન થકી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ શાળામાં અગાઉના વર્ષોમાં ફરજ બજાવી નિવૃત્ત કે બદલી થયેલ શિક્ષકોને પુષ્પ ગુચ્છ અને બોલપેન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
ત્યારબાદ ગલોલી વાસણા શાળામાંથી ભણીને પોતાની કારકિર્દી બનાવનાર કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.
શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં ધો. 3 થી 8 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળકોને કંપાસપેટી, દ્વિતીય નંબર ને નોટબુક અને તૃતીય નંબરને બોલપેન શાળા પરિવાર તરફથી ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં હાજર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાબુવંશી, બીટ કેળવણી નિરીક્ષક સુરેશભાઈ દેસાઈ તેમજ BRC.Co મનિષસિંહ ચૌહાણ દ્વારા શાળા પ્રગતિ કરે એવા સૂચનો સાથે પ્રેરણા આપવામાં આવી.
કાર્યક્રમમાં ગામના સરપંચ કોકિલાબેન ઠાકોર,SMC અધ્યક્ષ પ્રવિણજી ઠાકોર શિક્ષણ વિદ કાંતિભાઈ દેસાઈ એ હાજર રહી શાળાના સ્ટાફને પ્રોત્સાહન પૂરું પાડ્યું. સાથે સાથે કાર્યક્રમમાં SMC સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. છેલ્લે આચાર્ય પ્રવિણસિંહ પરમાર દ્વારા હાજર તમામ મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.