બનાસકાંઠા જિલ્લા વધુ કુપોષિત બાળકો ધરાવતો જિલ્લા છે જે બાળકો પર ત્રીજી સંભવિત લહેર સામે રક્ષણ મેળવવા માટે કાંકરેજ તાલુકામાં નવ સર્જન ટ્રસ્ટ અને જન વિકાસ દ્વારા કુપોષિત બાળકો ને કીટ નું અનેક ગામડા માં વિતરણ કરવામાં આવ્યું હતું
જેમાં બાળક નો વજન કરી અને ઉંચાઈ માપી બાળક ની ખરાઈ કર્યા બાદ તમામ આંગણવાડી બાળકો ને નાસ્તા માટે સુખડી અને ચણા ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના માનપુર, (ઉણ) જાખેલ. માંડલા. રુની, સુદ્રોસણ, સોહનપુરા, ભદ્રીવાડી તાતીયાણા સાકરીયા જેવા અનેક ગામડામાં કુપોષિત બાળકોને જન વિકાસ તેમજ નવ સર્જન ટ્રસ્ટ મોહનભાઈ પરમાર દ્વારા કીટ આપવામાં આવી હતી.