દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા : વાવના ગંભીરપુરા ગામે પિતાએ પોતાના ધોરણ-9માં અભ્યાસ કરતાં પુત્રને પરીક્ષા હોવાથી વાંચવા માટે કહેતાં પુત્રને લાગી આવતાં છાપરાના પાટ ઉપર દોરડા વળે ગળે ફાંસોખાઈ આપધાત કરી લીધો હતો. ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચારની સાથે શોક પ્રસરી ગયો છે.
Banaskantha ના વાવ તાલુકાના ગંભીરપુરા ગામે રહેતા પ્રકાશભાઈ ઠાકરશીભાઈ ઠાકોરનો 14 વર્ષીય પુત્ર વિષ્ણુભાઈ ઠાકોર (Vishnu Thakor) ઢીમા હાઇસ્કૂલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતો હતો. જ્યાં હમણાં વિષ્ણુને સ્કૂલમાં પરીક્ષાઓ ચાલતી હતી. ગુરુવારે પહેલું પેપર હતું અને શુક્રવારે જાહેર રજા હતી.
જ્યારે શનિવારે બીજુ પેપર હતું. ત્યારે ગુરુવારે વિષ્ણુને પિતાએ વાંચન કરવાનું કહેતા વિષ્ણુએ કહ્યું કે કાલે રજા છે એટલે કાલે વાંચીશ આથી પિતાએ ઠપકો આપ્યો હતો. જેનાથી વિષ્ણુને મનમાં લાગી આવ્યું હતું અને છાપરાના પાટ ઉપર દોરડાથી ગળેફાંસો ખાઇ આપધાત કરી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર સાથે શોક પ્રસરી ગયો હતો. આ અંગે વિષ્ણુના પિતાએ વાવ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા વાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને તેના વિષ્ણુના મૃતદેહને વાવ રેફરલમાં લાવી પીએમ કરાવ્યું હતું.
પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઇ ઠાકોરના પત્નીને મગજનું કેન્સર છે. જે બીમાર અવસ્થામાં છે. જેમને સંતાનોમાં ત્રણ દીકરા-દીકરી છે. જેમાં સૌથી મોટા વિષ્ણુએ આપઘાત કરી જીવન ટૂંકાવી દેતાં પરિવાર ઉપર દુ:ખના ડુંગર તૂટી પડ્યા છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans