તાજેતરમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવાના કેસ વધારે બનતા પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે વધુ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે. જ્યાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને પતાવી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. પોલીસે પતિની અટકાયત કરીને મૃતક પત્નીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

બનાસકાંઠાઃ પતિએ કુહાડીના ઘા મારી પત્નીની કરી હત્યા.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના શિયા ગામમાં મણીગર ગોસ્વામી પરિવાર સાથે રહે છે.

બનાસકાંઠાઃ પતિએ કુહાડીના ઘા મારી પત્નીની કરી હત્યા.

આજે શુક્રવારે પતિએ કોઇ કારણસર પત્નીને ઘર પાસે કુહાડીના ઘા મારીને હત્યા કર્યાની ઘટના બની હતી.

બનાસકાંઠાઃ પતિએ કુહાડીના ઘા મારી પત્નીની કરી હત્યા.

ગ્રામજનોએ મૃતક મહિલાના પતિને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને વધારે પૂછપરછ હાથધરી હતી.

બનાસકાંઠાઃ પતિએ કુહાડીના ઘા મારી પત્નીની કરી હત્યા.

પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.