સમીના ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવતાં ડોક્ટરે હેવાનિયતની હદ વટાવી હતી. દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમની સાથે શારીરિક સંબંધો બાંધીને મોબાઇલમાં વીડિયો ઉતારતો હોવાનો સામે આવ્યું છે. ડોક્ટરના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોએ હોસ્પિટલ જઈ માર માર્યો હતો.

આ કિસ્સામાં પિતા-પુત્રની કામલીલાના વીડિયો વાયરલ થતા સ્થાનિક લોકોએ લંપટ જોડીને ઢોર માર્યો હતો અને બાદમાં પોલીસ સ્ટેશનમાં લોકોએ તેમને સોંપી દીધા હતાં. સમી પોલીસે વીડિયોનાં આધારે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે લોકોએ સ્વયંભૂ બજાર બંધ કરી વિરોધ નોંધાવ્યો છે.

  • સ્થાનિક લોકો ને માહિતી મળતાં ડોક્ટર મોદી અને તેના દીકરા ને માર્યો માર
  • ઘટના ની સમી પોલીસ ને જાણ થતાં બન્ને ની અટકાયત કરવા માં આવી
  • સમી પોલીસે ઘટના આ ગે બને ની પૂછપરશ હાથ ધરી

સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની પીટાઈ કરી હતી. દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર લાયસન્સે એ દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો દીકરો પણ સહભાગી થતો હતો. બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.

  • પિતાની પાપલીલામાં દીકરો પણ સહભાગી થતો.
  • મહેન્દ્ર મોદી માત્ર બે દિવસ મહેસાણાથી સમી જતો અને કામલીલા આચરતો

વીડિયો વાઈરલ થતાં લોકોએ તબીબ અને તેના પુત્રને મેથીપાક ચખડ્યો હતો. બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન પૂતળા સમી પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાની તપાસ કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.