કચ્છ-ભુજ બોર્ડર રેન્જના જે.આર. મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષાકે બનાસકાંઠા જીલ્લામાં દારુ અને જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી
જેના પગે બનાસકાંઠા એલસીબી પોલીસ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળી હતી કે એક અશોક લેલેન્ડ ગાડી નં.જીજે-૧ડીયુ-૦પરરમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરી દિયોદરથી થરા તરફ આવનાર છે જે બાતમી આધારે મેડકોલ ગામે હનુમાન મંદિર પાસેના રસ્તા પાસે બનાસકાંઠા એલસીબી પોલીસ વોચમાં હતી
તે દરમ્યાન હકીકત વાળી અશોક લેલેન્ડ ગાડી આવતાં તેની પકડી પાડી ગાડીમાં બનાવેલ ચોરખાના માંથી ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ નંગ-૯ર૯ કિ.રુ. ૯ર,૯૦૦ અને મોબાઈલ નંગ-બે કિંમત રુ. દશ હજાર તથા અશોક લેલેન્ડ કિ.રુ. ચાર લાખ સાથે મળી આવતાં ગાડીચાલક રફીક મહંમદ અને મેહુલ ભીખુભાઈ ઘારીયાને પકડી પાડી માલ મંગાવનાર કપિલ પંજાબી રાજકોટવાળાઓ વિરુધ્ધમાં પ્રોહિબીશન એકટ મુજબ થરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.