ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડેશ્વરી માતાજીના મંદિરે પત્રકાર મનોમંથન ગ્રુપ બનાસકાંઠા ની મિટિંગ યોજાઈ હતી. જેમાં પત્રકાર મનોમંથન ગ્રુપ બનાસકાંઠા દ્રારા પત્રકારો સાથે થતાં અન્યાય અને ખોટી ફરિયાદો બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે અધ્યક્ષ સ્થાનેથી પત્રકાર એકતા સંગઠન પ્રદેશ મંત્રી હેમુભા વાઘેલા, બનાસકાંઠા જિલ્લા સંયોજક રામજીભાઈ રાજગોરસહિત પત્રકરો ની લાગણી સાથે માગણી ઉઠવા પામી હતી
જેમાં તમામ પત્રકાર ને વીમા કવચ પૂરું પાડવામાં આવે, એસટી બસ મુસાફરી તેમજ રેલવે માં મફત મુસાફરી, તાલુકા અને જિલ્લા મથકે યોજાતા કાર્યકરોમાં પત્રકારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવે, રાજ્યમાં ટોલ નાકા પર પત્રકારો ને ફ્રી અવર જવર કરવામાં આવે, માહીતી ઓફિસ પર દરેક ઇલેક્ટ્રોનિક અને પિ્રન્ટ મીડિયા ના પત્રકાર ને સમકક્ષ ગણવામાં આવે, સાથે જ પત્રકાર ઉપર થતી ખોટી ફરિયાદ દાખલ કરે તે પહેલાં અરજી લઈને સત્ય અંગે વધુ તપાસ કરી ને યોગ્ય રીતે કામ કરી ને ગુનેગાર હોય તો જ ગુનો દાખલ કરવામાં આવે તેમજ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે સાથે બન્નો ફરિયાદી પક્ષે તેમજ આરોપી પક્ષ ને પહેલાં સાંભળવામાં આવે ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવે,
આવા ઘણા બધા મુદ્દા અંગે ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટુંક જ સમયમાં ગાંધીનગર ખાતે જઈને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવશે, તેવી આશા સાથે મિટિંગ યોજાઈ હતી ત્યાર બાદ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ જીરો પોઇન્ટ ની પત્રકાર મિત્રોએ મુલાકાત લીધી હતી અને સૈનિકો ને મળ્યા હતા અને સીમા દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી જેમાં રૂપિયા ૧રપ કરોડ ના ખર્ચે નિર્માણ પામી રહેલ ભારત પાકિસ્તાન બોર્ડરનું પર્યટન સ્થળ ખુબજ સરસ રીતે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે અને સીમા દર્શન કરી માં નડેશ્વરી માતાજીના દર્શન કરી આશીર્વાદ અનેં ભોજન પ્રસાદ નો લ્હાવો લીધો હતો.