પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાના યુવા મહોત્સવનો આરંભ થયો છે. જેમાં બુધવારે પાટણ ખાતે પાટણ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો હતો. જેમાં વિવિધ કલાની સ્પર્ધાઆેમાં ર૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સરકારના યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા યુવા ઉત્સવોનું આયોજન કરવામાં આવેલ છે.
જે અનુસંધાને પાટણ યુનિવિર્સટીના રંગભવન ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો હતો. જેમાં લગ્નગીત, હળવું કંઠય સંગીત, સામૂહિક સમૂહ ગીત, એકપાત્રીય અભિનય , રાસગરબા સહિતની વિવિધ સ્પર્ધાઆે યોજાઇ હતી. જેમાં ૧પ ટીમના ર૦૦ જેટલા સ્પર્ધકોએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
તાલુકા કક્ષાએ વિજેતા થનાર ટીમો જિલ્લા કક્ષાએ પોતાની કલાને પ્રદર્શિત કરશે. નાના બાળકો સહિત કિશોર વયના વિદ્યાર્થીઆે દ્વારા રાસગરબા અને લોકગીત સહિત વિવિધ કલાઆેનું પ્રદર્શન કરી ઉત્સવમાં આકર્ષણ ઉભું કયુઁ હતું.