Banaskantha : ડીસા-પાટણ હાઈવે પર આસેડા પાસે બુધવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે. જેમાં રિક્ષા લઈને જઈ રહેલ સોલંકી પરિવારને અજાણ્યા બોલેરે ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં પાછળ બેઠેલ એક વ્યક્તિ મોત નીપજ્યું હતું.

બોલેરો ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા પાસે વીડી ગામના દલપતસિંહ કનુજી સોલંકી તેમના પરિવારના સભ્યો સહિત ત્રણ લોકો બુધવારે રિક્ષા લઈને જઈ રહ્યા હતા. ત્યારે આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા બોલેરો ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

બોલેરો ચાલક અકસ્માત કરી ફરાર

આ અકસ્માતમાં રિક્ષા ફંગોળાઈને રોડની સાઈડમાં પડતા તેમાં બેઠેલ નિકુલજી અશોકજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત થયું હતું. જ્યારે રિક્ષા ચાલક દલપતસિંહ સોલંકી અને મીનકાબેન મહેશજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. જ્યારે અકસ્માત કરી ફરાર થઈ ગયેલ સફેદ કલરની બોલેરો ચાલક સામે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024