Patan : પાટણ તાલુકાના ગામમાં રહેતા દંપતિએ ત્રણ વર્ષની ભાણીને દત્તક લઇ પોતાની સાથે રાખી મોટી કરી ધોરણ 10 સુધી અભ્યાસ કરાવ્યો હતો .તે યુવતીને ગામમાં તેની સાથે ભણતા સચિન માવજીજી ઠાકોર સાથે ધોરણ સાતથી પરિચય થયો હતો. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા ઉપર વાતો કરતા હતા .
આ પરિચય વધુ ગાઢ થતાં બે વર્ષ અગાઉ ગામના સ્મશાન પાછળની જગ્યાએ લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ બિભસ્ત ફોટો પાડી તેણે બ્લેકમેલ શરુ કર્યું હતું.જો આ અંગે કોઈને કહેશે તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
23 મે 2023 ના રોજ રાત્રે એકાદ વાગે શખ્સ યુવતીના ઘરે આવી સાથે લઈ ગયો હતો. ત્યાર પછી યુવતીના પિતાએ પાટણ તાલુકા મથકે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવતાં તે હાજર થયા હતા પણ યુવાનના દબાણના કારણે યુવતીએ યુવાન સાથે જવાનું કહ્યું હતું. બાદમાં તે યુવક યુવતીને છત્રાલ અને ચાંદખેડા છ માસ રોકાયા હતા તે દરમિયાન યુવાને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. 29 ડીસેમ્બર 23 ના રોજ મહેસાણા લગ્નના કાગળોમાં સહી કરવા યુવતીને લાવી હતી તે વખતે યુવતી તેના પિતાને જોઈ જતા તેમની પાસે જઈને યુવક તેને ત્રાસ આપી તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનું જણાવતાં ે પાટણ તાલુકા પોલીસ મથકે સચિનજી માવજીજી ઠાકોર, તેના પિતા માવજીજી નાનજીજી ઠાકોર રહે. બોરસણ, બનેવીઓ જીતુજી ઠાકોર રહે. લણવા અને લાલાજી ઠાકોર રહે. વિસનગર સામે ફરિયાદ નોંધાવી હતી.